શહેરના કુંભારવાડા અમર સોસાયટી વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. અમર સોસાયટી વિસ્તારમાં લાઈન નાખવા કરવામાં આવેલા ખાડામાં એક બાઈક અચાનક ખાબક્યું હતું. જે ઘટનામાં બાઈકને મોટી નુકસાની પહોંચી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાય ન હતી. બનાવને લઈને લોકો દ્વારા મહા મહેનતે બાઈકને બહાર કાઢ્યું હતું.