સતલાસણા: રિંછડા ગામે પશુ તબેલાથી કોબરા રેસ્ક્યૂ કરાયો
11 નવેમ્બરના રોજ સાંજે 4:45 કલાકે સતલાસણાના રિંછડા ગામે ખેડુતના પશુ તબેલામાં ઝેરી સાપ દેખાતા પશુઓને સલામત ખસેડાયા હતા અને ખેરાલુથી સાપ પકડનારાને રેસ્ક્યૂ કરવા બોલાવાયા હતાહ સાપ પકડનારે આવીને આશરે 4 ફુટના ઝેરી કોબરા સાપને પકડી લીધો હતો અને બાદમાં ડભોડા રોડ પર આવેલા જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી મુકાયો હતો. સાથે જ આવા કોઈપણ સાપથી દૂર રહેવા અને તેને ઈજાઓ ન પહોંચાડવા અપીલ પણ કરી હતી.