માણાવદર: માણાવદર - કેશોદ રોડ પર ઈલાસરી ધાર નજીક મોટર સાયકલ સ્લીપ થતા એકનું મોત
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેશોદ પોલીસ મથકે અશોકભાઈ ઉકાભાઈ બારૈયાએ જાહેર કરેલ કે રાણાભાઈ ઉકાભાઈ બારૈયા પોતાની ડીસ્કવરમોટરસાયકલનં.જીજે-૧૧-એઈ-૦૨૪૨લઈને કેશોદથી બાંટવા તરફ આવતા હોય દરમ્યાન માણાવદર ઈલાસરી ધાર નજીક મોટર સાયકલ સ્લીપ થતા બાવળના ઝાડ સાથે અથડાતા માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતા મોત નિપજયાનું જાહેર કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.