સતલાસણા: મહોર પાટીયા પાસે બાઈક અને ડમ્પર અકસ્માતમાં રંગપુર ચાડાના 2 લોકોને ઈજાઓ પહોંચી
મહોર પાટીયા પાસે રેતી ભરીને બેફામ ચાલતા ડમ્ફરે બાઈકને ટક્કર મારતા બાઈક સલાર સહિત પાછળ બેઠેલ મહિલાને ઈજાઓ પહોંચી હતી. 108ને કોલ કરાતા મહિલાને ગંભીર હાલતે સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા તો સ્થાનિકોમાં આવા ડમ્ફર ચાલકો વિરુદ્ધ રોષ પણ જોવા મળ્યો હતો અને કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત બાઈક સવાર રંગપુર ચાડા ગામના હોવાનું સામે આવ્યું છે.