સલાબતપુરા કાલિપુલ વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ સુવિધાનો અભાવ,રસ્તાની બાજુએ કચરો ઠાલવવા લોકો મજબૂર
Majura, Surat | Nov 1, 2025 સુરતના સલાબતપુરા વિસ્તારમાં આગેલ કાલિપુલ ખાતે રસ્તાની બાજુએ લોકો કચરો ઠાલવવા માટે મજબૂર બન્યા છે.દિવાળી પહેલા મોટા ઉપાડે પાલિકાએ આગોતરું આયોજન કર્યું હતું.છતાં કચરાના ઢગ જોવા મળતા તંત્ર પ્રત્યે લોકોમાં રોષ છે.સ્થાનિક સૂત્રોની વાત માનવામાં આવે તો ડોર ટુ ડોર ગાર્બેજ ની સુવિધાના યોગ્ય સમયે ન મળતા લોકો ના છૂટકે કચરો રસ્તાની બાજુએ નાખવા માટે મજબૂર બની રહ્યા છે.જ્યાં તત્કાલિક સુવિધા મળે તેવી લોકમાંગ ઉઠી છે.