સુખપુર ગામમાં વધુ એકવાર દીપડા ના આંટાફેરા જોવા મળ્યા છે.ખોડિયાર મંદિર નજીક દીપડો દેખાયો હતો.સાંજના સમયે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.અવારનવાર વન્યજીવો ના આંટાફેરાથી સ્થાનિકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.અગાઉ પણ દીપડાઓ રહેણાક વિસ્તાર નજીક આવી ચડ્યાની ઘટનાઓ બની ચૂકી છે.ફરીવાર દીપડો દેખાતા ગ્રામજનો એ દીપડાને પાંજરે પુરવા માંગ કરી છે.