તલોદ શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસને લીધે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. મોડી રાતથી શરૂ થયેલું ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવાર સુધી યથાવત રહ્યું હતું. જાહેર માર્ગો પરથી પસાર થતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી, અને ચાલકોને દિવસ દરમિયાન પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.