માણસા: માણસા નગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત સેમિનાર યોજાયો: ચીફ ઓફિસર હાજર રહ્યા
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરી વિકાસ વર્ષ 2025 અન્વયે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા અમલીકૃત યોજનાઓ અને કામગીરીનો સેમિનાર માણસા નગરપાલિકા હોલ ખાતે યોજાયો હતો. જેમાં શહેરી વિકાસ યોજનાઓ અને કામગીરીની વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન અપાયું હતું. જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર સતિષભાઈ પટેલ, ચેરમેન, વાઇસ ચેરમેન, કોર્પોરેટરો તથા નગરપાલિકા સ્ટાફ હાજર રહ્યો હતો.