માંડવી: માવઠાને લઈને માંડવી પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.
Mandvi, Surat | Oct 30, 2025 સુરત જિલ્લા કોંગ્રેસે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન અને ખેડૂતોની વધતી જતી દેવાદારીના મુદ્દે સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે. જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાની હેઠળ એક આવેદનપત્ર માંડવી મામલતદારને સુપરત કરવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં જણાવાયું હતું કે ખેડૂતોના ખેતીપાક માટે જરૂરી તમામ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતો દિવસેને દિવસે વધુ દેવાદાર બની રહ્યા છે.