રાજકોટ પૂર્વ: રૈયા રોડ પરથી ઓનલાઈન જુગારની આઈડી ગ્રાહકોને ફોરવર્ડ કરતો ખેડૂત ઝડપાયો
રૈયા રોડ પરથી ઓનલાઈન જુગારની આઈડી ગ્રાહકોને ફોરવર્ડ કરી જુગાર રમાડતા ખેડૂતને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી. આલાપગ્રીન સિટીમાં રહેતો પરેશ ફેફર સુરતના બુકી જિમ્મી પાસેથી માસ્ટર આઈડી મેળવી છેલ્લા બે મહીનાથી ક્રિકેટ, કસીનો સહિતની ગેમ્સમાં જુગાર રમાડતો હોવાનું ખુલ્યું છે.