જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે આજરોજ વાર્ષિક ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા જુનાગઢ મહાનગર ભાજપના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક મહોત્સવમાં બાળકો અને યુવાનો દ્વારા રજુ કરવામાં આવેલ સંસ્કૃતિ કાર્યક્રમોએ મંત્રમુગ્ધ કરી દીધા હતા.