તીર્થધામ ઉનાઈ માતા મંદિરે ચાલી રહેલી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઇ શુક્લની 886મી ભાગવત કથામાં આજે રૂક્ષ્મિણી વિવાહ પ્રસંગે ભાવનાત્મક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વ્યવસ્થાપક હરિશભાઇ પરમાર તરફથી 11 કન્યાઓને શૈક્ષણિક કીટ આપી પ્રફુલભાઇ શુક્લના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવાહ પ્રસંગે રીટાબેન ચૌહાણ કૃષ્ણની જાન લઈને આવ્યા હતા, જ્યારે ગીરીશભાઇ જયસ્વાલ પરિવારે કન્યાદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું.