વડોદરા: પાલિકાની લાલઆંખ : ગેરકાયદેસર ઢોર વાડાનો સફાયો બોલાવી દંડ ફટકાર્યો
વડોદરા : શહેરમાં ગૌપાલકો દ્વારા પશુઓને સાચવવાના ઇરાદે કેટલાક વિસ્તારમાં ગેરકાયદે બનાવવામાં આવેલા ઢોરવાડા સામે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.સમા,છાણી સહિતના વિસ્તારમાં કાર્યવાહી કરીને ગેરકાયદે કુલ ત્રણ ઢોરવાડા તોડી પાડ્યા હતા અને વિસ્તારમાં ફરતા ઢોરોને પણ કબજે લેવા સહિત રૂ.19 હજાર વસુલ કરીને દંડનીય કાર્યવાહી પણ કરી હતી.ગેરકાયદે ઢોરવાડાના સફાયા વખતે પાલિકા કર્મીઓ સાથે ગૌપાલકો દ્વારા રકઝક પણ કરવામાં આવી હતી.જોકે મામલો થાળે પાડ્યો હતો.