અડાજણ: સુરતની ખાનગી શાળાઓને કડક સૂચના: વન ટાઈમ એડમિશન અને વધારાની ટ્યુશન ફી નહીં વસૂલી શકાય - FRC
Adajan, Surat | Nov 3, 2025 સુરત: ફી રેગ્યુલેશન કમિટી (FRC) એ સુરત જિલ્લાની તમામ ખાનગી શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ વન ટાઈમ એડમિશન ફી કે FRC દ્વારા નક્કી કરેલી ફી ઉપરાંત કોઈ વધારાની ટ્યુશન ફી વસૂલી શકશે નહીં. FRCના નિયમોનું પાલન નહીં કરનાર શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ શનિવારે એક પરિપત્ર જાહેર કરીને જિલ્લાની તમામ ખાનગી શાળાઓને આ બાબતની જાણ કરી છે અને નિયમોનું કડક પાલન કરવા આદેશ આપ્યો છે.