ઉમરાળા: ઉમરાળા પી.એમ.સર્વોદય હાઇસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પી.એમ. સર્વોદય હાઇસ્કુલ ઉમરાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ , જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ એ રક્ત દાન કરી વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે ભેટ આપી હતી આ કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ પ્રતાપભાઈ આહીર ,પ્રમુખ તાલુકા ભાજપ રોહિતભાઈ બગદરીયા ધર્મેન્દ્રભાઈ લખાણી પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા . આશરે 40 બોટલ રક્ત એકત્રિત થયું હતું.