ડભોઇ: વડોદરા જિલ્લાના ડભોઇ APMCl 6 બેઠકો બિનહરીફ
વડોદરા જિલ્લાના ડભોઇ APMC ચૂંટણીમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. કુલ 6 બેઠકો બિનહરીફ જાહેર થવાથી ભાજપના ઉમેદવારોને મોટી રાહત મળી છે. આજે ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ હતી, જેમાં ખેડૂત વિભાગના 25માંથી 5 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. હવે આ વિભાગમાંથી 20 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે.