શ્રી જલારામ સત્સંગ મહિલા મંડળ અંજાર દ્રારા કચ્છમા પ્રથમ વખત શ્રીમદ વાલ્મિકીય રામાયણ કથાનુ આયોજન નવદિવસીય ભકતિભાવે સંપન્ન થયું હતું. અંજાર લોહાણા સમાજ વાડી મઘ્યે તત્વચિંતક યુવા કથાકાર વકતા ક્ષોત્રિય બ્રહમદેવ ભાવિકભાઈ જે.રાવલના મુખારવિંદે સરળ સૌમ્યભાષામા વાલ્મિકીય રામાયણના હાર્દ સાથે ભગવાન રામના જન્મથી માંડી જુદાજુદા પ્રસંગોનું આબેહૂબ વર્ણન સાથે બધાજ પાત્રોના વેશપરિધાન દરેક ભાવોને પ્રદ્શિત કરતા દર્શનીય બની રહયા હતા.