થાનગઢ: થાનગઢના સાર્વજનિક હોસ્પિટલના સોનોગ્રાફી મશીનને સીલ કરાયું.
થાનગઢ શહેરના છેલ્લા એક અઠવાડિયાથી ચાલતા આશીર્વાદ હોસ્પિટલમાં ભ્રૂણ હત્યા પ્રકરણ ખૂબ જ ચર્ચામાં છે ત્યારે આ બાદ હવે આશીર્વાદ હોસ્પિટલ સાથે કનેકશન હોવાનું સામે આવતા સાર્વજનિક હોસ્પિટલમાં ચકાસણી હાથ ધરી અહીં પણ સોનોગ્રાફિક મશીનને સીલ કરવામાં આવ્યું છે.