આજે તારીખ 13/01/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી અનુસાર સિંગવડ તાલુકાના મુનાવાણી ગામે એસટી બસોનું સ્ટોપેજ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ તથા મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.મુનાવાણી, સિંગાપુર, મુણધા,વાસવાણી, ફુલપરી,સનગિયા અને કાળિયારાઈ ગામોમાંથી લીમખેડા ભણવા જતા વિદ્યાર્થીઓ તેમજ મજૂરી માટે જતા મુસાફરોને એસટી બસમાં બેસવા કે ઉતરવા માટે પાંચથી સાત કિલોમીટર દૂર થાળા પાટિયા અથવા ડુંગરી ગામે જવું પડે છે.