રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે ગોંડલ નેશનલ હાઈવે પર કોરાટ ચોક પાસે અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ આ ધરવામાં આવી છે