વડોદરા: અણખોલ ગામમાં મગર આવી જતા લોકોમાં ફફડાટ,ભારે જહેમતે રેસ્ક્યુ કરાયો
વડોદરા : ચોમાસામાં જળચર જીવો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે.તેવામાં શહેર નજીક અણખોલ ગામમાં મગર આવી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.લોકો દ્વારા મગર ગામના વચ્ચે આવી ગયો હોવાની જાણ શહેરની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને કરવામાં આવતા સંસ્થાના યુવરાજસિંહ રાજપુત અને યશ તડવી ગામ ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેઓ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી મગરને વન વિભાગમાં સોંપવામાં આવ્યો હતો.