વડોદરા સાવલી સાવલી સ્થિત કેજીઆઇટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે વડોદરા જિલ્લાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે યોજાઈ રહ્યું છે. આ બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન 16 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. મેળામાં વડોદરા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી કુલ 120 શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત કુલ 120 નવીન અને સર્જનાત્મક કૃતિઓ રજૂ કરવામાં આવી છે, જેમાં પ