દાહોદ: દાહોદ જિલ્લાના ખરેડી ગામના ખેડૂતએ શાકભાજીની ખેતી કરીને મેળવી રહ્યા છે વાર્ષિક લાખોની કમાણી કરી રહ્યા છે.
Dohad, Dahod | Nov 8, 2025 દાહોદના ખરેડી ગામના ખેડૂત હરીશભાઇ ગોહિલે આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ મુવાલિયા ફાર્મ ખાતે અને આણંદ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી. ત્યારબાદ ગામમાં કલસ્ટર દ્વારા આપવામાં આવતી તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હાલ તેઓ શાકભાજીની ખેતી કરીને વાર્ષિક ૨ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે.