ઓલપાડ: શેખપુર ગામે પતિ પત્નીએ પોલીસ પર હુમલો કર્યો.
Olpad, Surat | Sep 18, 2025 શેખપુર ગામમાં પતિ-પત્ની દ્વારા પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. ઘરેલુ હિંસાની ફરિયાદ બાદ મદદ માટે પહોંચેલી પોલીસ પર આ દંપતીએ પથ્થરમારો કર્યો હતો, જેમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે બંને પતિ-પત્ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઘટના શેખપુરમાં આવેલી હરિદર્શન સોસાયટીની છે. અહીં વિલાસબેન દરજી તેમના પતિ કરણભાઈ સાથે રહે છે.