વડોદરામાં સંબંધોને શર્મસાર કરતી અને કળિયુગની ક્રૂરતા દર્શાવતી ઘટના સામે આવી છે. કહેવાય છે કે મોટી બહેન તો માં સમાન હોય છે, પણ અહીં તો મોટી બહેન જ નાની બહેન માટે 'કાળ' બની ગઈ. માત્ર 40 લાખ રૂપિયાનો વીમો પકવવા માટે, સગી મોટી બહેને પોતાના પ્રેમી સાથે મળીને નાની બહેનની એવી દર્દનાક હત્યા કરાવી કે સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે.