સરકારશ્રીની 'બેટી બચાવો - બેટી પઢાવો' યોજના અંતર્ગત, માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેજસ્વી દીકરીઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માણાવદર તાલુકાના સારંગપીપળી, કતકપરા, બોડકા અને પીપલાણા એમ કુલ ૪ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.