પારડી: વલસાડ એલ.સી.બી.એ પારડીથી વિદેશી દારૂ સાથે બે આરોપીઓ ઝડપ્યા, કુલ ₹14,15,600નો મુદામાલ કબજે
Pardi, Valsad | Sep 15, 2025 વિદેશી દારૂની પ્રવૃત્તિઓ સામે અસરકારક કામગીરી હાથ ધરી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગ દરમ્યાન પારડી નજીકથી બાતમીના આધારે બે મહિન્દ્રા મેરાઝો કારમાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો હતો.