ઉમરગામ: ભીલાડ પાસે આશાપુરા મિત્ર મંડળ દ્વારા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ શરૂ
મુંબઈ ઘાટકોપરથી કચ્છ માતાના મઢ જતાં ભક્તો માટે નેશનલ હાઈવે 48 પર ભીલાડ નજીક આશાપુરા મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પ શરૂ કરાયો છે. રોજ સેકડો ભક્તો સાયકલ યાત્રા તેમજ પગપાળા યાત્રા કરીને કચ્છ માતાના મઢ તરફ જાય છે. આવી યાત્રાને ધ્યાનમાં રાખી આશાપુરા મિત્ર મંડળના સેવાભાવી ભક્તોએ યાત્રાળુઓને આરામ અને સહાય મળે તે માટે નાસ્તા અને ભોજનની સેવા શરૂ કરી છે.