આજે તારીખ 24/10/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે આપ નેતા અનિલ ગરાસીયા દ્વારા આપેલ માહિતી અનુસાર ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવે તેવા મોટા સમાચાર દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના ડુંગરી ગામે તારીખ ૨૬ ઓક્ટોબરે 'ગુજરાત જોડો જન સભા'નું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.