ગોધરાના દરૂણીયા ગામમાં છેલ્લા બે દિવસથી હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. શ્વાને ગામમાં બે વ્યક્તિઓને બચકા ભરી ઈજાગ્રસ્ત કર્યા તેમજ એક ગાયને પણ ઈજા પહોંચાડતા અફરાતફરી સર્જાઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં આ હડકાયો શ્વાન નજીક જૈન સમાજ દ્વારા ઉભા કરાયેલા ધાર્મિક શામિયાણામાં ઘુસી ગયો અને ત્યાં બેઠેલી એક મહિલાને બચકા ભરી ઈજાગ્રસ્ત કરી હતી. ઘટનાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને કેટલા