રાપરમાં 15 વર્ષીય માનસિક અસ્થિર સગીરાને લલચાવી-ફોસલાવી બાવળોની ઝાડીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. માતા પાસે લઈ જવાનું કહી સગીરાને યુવક વેરાન જગ્યામાં લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ અંગે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.