ઉમરગામ: ભીલાડ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત
ઉમરગામ તાલુકાના ભીલાડ હાઈવે પર સાંજે અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત થયું હતું. માહિતી મુજબ, હોટલ પાસે ચાની લારી નજીક રાત્રિ રોકાણ કરનાર ડ્રાઈવર શંકરભાઈને મુંબઈથી વાપી જતા અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી અડફટે લીધો હતો.