ગોડાદરા ડબલ મર્ડર કેસના આરોપી પર પોલીસ દ્વારા ફાયરિંગ નો મામલો,ડીસીપી આલોક કુમાર ની પ્રતિક્રિયા,સાંભળો
ગોડાદરા ડબલ મર્ડર કેસના આરોપી શિવા ઉર્ફે ટકલા પર પોલીસ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ ની ઘટના અંગે ડીસીપી આલોક કુમારે નિવેદન આપતા જણાવ્યું કે,અમદાવાદ થી આરોપીની ધરપકડ કરવામાં આવી.ટીમ અમદાવાદ થી સુરત આવી રહી હતી.આરોપીએ બહાના બતાવ્યા હતા કે તેને વોમિટ થઈ રહી છે.જેથી રસ્તામાં બે પોલીસ માણસો.નીચે ઉતર્યા હતા.જે દરમ્યાન તેણે હુમલાનો પ્રયાસ કરતા સ્વબચાવમાં psi એ પગ ન ભાગે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આરોપીએ સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.