બેચરાજી: બેચરાજી તાલુકાના વેણપુર ગામે વરસાદનાં વિરામ બાદ પ્રાથમિક શાળામાં વરસાદી પાણીનો નિકાલ નાં થતા દ્યાર્થીઓને હાલાકી
આજરોજ 9 સપ્ટેમ્બર ના રોજ બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર તેમજ લાલસિંહ ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો દ્વારા બેચરાજી તાલુકાના વેણપુર,ખાંભેલ સહિતના ગામની મુલાકાત કરી હતી.બેચરાજી તાલુકાના વેણપુર ગામે છેલ્લા કેટલાક દિવસથી વરસાદનો વિરામ લીધો હોવા છતાં પ્રાથમિક શાળામાં વરસાદી પાણીનો નિકાલ ના થતા વિદ્યાર્થીઓ શાળાની બહાર આવેલ મંદિરની વાડીમાં ભણવા મજબૂર બન્યા હતાં.પૂર્વ ધારાસભ્ય અને ટીમે અસરગ્રસ્તોની મુલાકાત લઈ તંત્ર ને જાણ કરી હતી.