ખારાઘોડા ગામમાં ૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભવ્ય ખેલકૂદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના છોકરાઓ અને છોકરીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી. સમારોહનું સૌથી મોટું આકર્ષણ ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રાખવામાં આવેલી ખાસ રમતો હતી, જેમાં વડીલોએ પણ યુવાનો જેવો જ જોશ અને જુસ્સો બતાવ્યો હતો.