જાફરાબાદ: ગુમ થયેલા મોબાઇલને જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શોધી લેતી પોલીસ
જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશને "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમના ભાગરૂપે CEIR પોર્ટલ અને હ્યુમન સોર્સની સહાયથી અરજદારનો ગુમ થયેલ મોબાઇલ સફળતાપૂર્વક શોધી કાઢ્યો. મોબાઇલને તપાસ બાદ મૂળ માલિકને સોંપતા અરજદારે સંતોષ વ્યક્ત કર્યો હતો. ટેક્નોલોજીના સદુપયોગ સાથે માનવસેવા કરતું પોલીસ તંત્ર આ કામગીરીથી ફરી પ્રશંસા પામી રહ્યું છે.