માણસા: માણસા એસટી ડેપોમાં ડેપોના કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો
માણસા એસટી ડેપોમાં મેડિકલ કેમ્પ યોજાયો હતો. સ્વચ્છતા અભિયાન અંતર્ગત માણસા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં એસટી ડેપોના કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ હતી. ડોક્ટરો દ્વારા આરોગ્ય ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ડેપો મેનેજર મયુરભાઈ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં એસટી ડેપોના કર્મચારીઓ જોડાયા હતા.