તારાપુર: ફતેપુરા ઓવરબ્રીજ પાસેથી બનાવટી પોલીસ અલ્ટો કાર સાથે ઝડપાયો
#
Tarapur, Anand | Dec 15, 2025 તારાપુર પોલીસના માણસો હાઇવે ઉપર ફતેપુરા ઓવરબ્રીજ પાસે વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા. દરમ્યાન વટામણ તરફથી એક અલ્ટો કાર નંબર GJ12 AE 7814 ની પોલીસનું બોર્ડ લગાવીને આવી પહોંચતા જ પોલીસે તેને રોકી હતી અને ચાલકનું નામઠામ પુછતાં પૃથ્વીરાજસિંહ કનકસિંહ પરમાર (રહે. ગલિયાણા)નું જણાવ્યું હતું. પોલીસે ફરજનું સ્થળ ક્યાં છે તેમ પુછીને ઓળખપત્ર હોય તો બતાવવા માટે જણાવ્યું હતું. જેથી તેની પાસે પોલીસ હોવાનું કોઈ ઓળખપત્ર મળી આવ્યું નહોતું. પોલીસે કાર જપ્ત કરી છે.