મુંદરા રતાડિયા માર્ગ પર વરલી મટકાના આંકફરકનો જુગાર રમાડતા શખ્સને ઝડપી લીધો હતો. આજે પ્રાગપર પોલીસ અંજાર-માંડવી ધોરીમાર્ગ પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે ગુંદાલા પાટિયા પાસે પહોંચતાં ખાનગી બાતમીના પગલે રતાડિયા માર્ગે જાહેરમાં મિલન બજારનો વરલી મટકાનો આંકફરકનો જુગાર રમી-રમાડતા અશોક માયારામ જોશી (રહે. ગુંદાલા)ને રોકડા રૂા. 3790, એક મોબાઈલ કિં. રૂા. 5000 તથા આંકડાના સાહિત્ય સાથે ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.