વડનગર: મઢાસણા પાટિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવારનું મોત નિપજ્યું
23 ઓક્ટોબરના રોજ વહેલી સવારે ગજુજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર અને તેના મિત્રો તારંગાથી ઈડર થઈ પરત ફરતા હતા તે દરમ્યાન મઢાસણા પાટિયા પાસે શૌચક્રિયા કરવા ઉભા રહ્યા હતા તે દરમ્યાન એક ગાડી ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો જેમાં ફરિયાદીના પુત્ર રાકેશના મિત્ર કિશનજી ઠાકોરનું મોત નિપજ્યું છે.સમગ્ર મામલે તમામ લોકોને સારવાર માટે વડનગર તેમજ મહેસાણા ખસેડાયા છે. કિશનજી ઠાકોર નામના યુવકનું મોત થતાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ આપી.