વડાલી: મોરડ ગામ સહિત તાલુકાના તમામ ગામડાઓ અને શહેરમાં નવરાત્રીના આઠમા નોરતે હવન કાર્યક્રમ યોજાયો.
વડાલી તાલુકાના મોરડ ગામના હરસિદ્ધ માતાજી મંદિર સહિત આજે નવરાત્રી ના આઠમા નોરતે આઠમ નું તમામ ગામડાઓ અને વડાલી શહેર ના ચામુંડા મંદિર સહિત જ્યાં જ્યાં નવરાત્રી નું સ્થાપન થયું છે તે તમામ જગાએ આઠમ નું હવન કરાયું.વહેલી સવાર થી સાંજના 5 વાગે આખરી હોમ કરી તમામ જગાએ હવન ની પુર્ણાહુતી કરાઈ હતી.