ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉત્તર બૂનિયાદી વિધાલય, ટાટમ ખાતે યોગ શિબિર યોજાઈ
Botad City, Botad | Sep 28, 2025
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, બોટાદ જિલ્લાના યોગ કો- ઓર્ડિનેટર શ્રી પ્રવિણભાઈ કળથીયા દ્વારા ઉત્તર બૂનિયાદી વિદ્યાલય, ટાટમ ખાતે વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં ગામના અને આસપાસના વિસ્તારોના 550થી વધુ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને યોગાસન, પ્રાણાયામ તથા ધ્યાન જેવી વિવિધ યોગક્રિયાઓનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.