સરદાર પટેલ યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગ દ્વારા ‘સરદાર@૧૫૦′ અંતર્ગત વિશેષ રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનો મુખ્ય વિષય “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના સ્વપ્નદ્રષ્ટા: સરદાર પટેલ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. નિરંજનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદમાં મુખ્ય વક્તા તરીકે હિમાચલ પ્રદેશની સરદાર પટેલ યુનિવર્સિટી (મંડી)ના પ્રોફેસર ડૉ. રાકેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા