માંડવીની શેઠે શ્રી એસ વી આર્ટસ કોમર્સ કોલેજમાં આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના માનવ અધિકાર વિભાગના ચેરપર્સન ડૉ. શહેનાજ બાબી, માંડવીના કલ્પનાબેન જોશી, જાડેજાભાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.