સુઈગામ: અસરગ્રસ્તોને જીવનજરૂરી સહાય,પરિસ્થિતિ વહેલી તકે પૂર્વવત્ કરવાનો તંત્રનો દ્રઢ સંકલ્પ: કલેક્ટર મિહિર પટેલ
તાજેતરમાં પડેલ અતિભારે વરસાદને પગલે સુઇગામ, વાવ, થરાદ તથા ભાભર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રાહત તેમજ પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી છે.અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાયરૂપે અત્યાર સુધીમાં આશરે ૪ લાખ ફૂડ પેકેટ તથા એટલી જ સંખ્યામાં પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓની ૧૯,૦૦૦ રાશન કીટ આપવામાં આવી છે.