વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં અપક્ષ કાઉન્સિલર આશિષ જોષીએ જણાવ્યું કે, મંગળવારથી ત્રણ, ચાર દિવસ શહેરના પૂર્વ વિસ્તારની અનેક પાણીની ટાંકીથી પાણી વિતરણ થશે નહીં. આપણે શટડાઉન લીધું છે પરંતુ શું હકીકતમાં શટડાઉન બેથી ત્રણ દિવસ પૂરતું જ મર્યાદિત રહેશે ? એવો સવાલ તેમણે કમિશનર સમક્ષ રજૂ કર્યો હતો.