નવસારી: નવસારી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સર્વે કાર્ય વેગવંતી, ૩૮૪ ગામોમાં પંચરોજકામ પૂર્ણ
ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદથી થયેલી પાક નુકસાની બાદ નવસારી જિલ્લામાં સર્વે કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૩૮ ટીમોની રચના કરી ૩૮૪ ગામોમાં નુકસાનગ્રસ્ત પાકનો સર્વે હાથ ધરાયો છે. ગ્રામસેવક ખેતી, તલાટી કમ મંત્રી તથા સ્થાનિક કર્મચારીઓની મદદથી યુદ્ધના ધોરણે પંચરોજકામ પૂર્ણ કરાયું છે.