કપરાડા: દહીખેડ ગામનો લો લેવલ પુલ ધોવાઈ જતા અવર જવર ઠપ, રીપેરીંગની માંગ
કપરાડા તાલુકાના દહીખેડ ગામ નજીક વાંકી નદી પર આવેલો લો લેવલ પુલ પૂરનાં પાણીથી ધોવાઈ જતાં લોકો હાલાકી અનુભવી રહ્યા છે. ત્રણ દિવસ સુધી નદી ઉપરથી વહેલા પાણીથી ગામો વચ્ચેનો સંપર્ક તૂટ્યો હતો. પાણી ઉતરતાં પુલની વચ્ચે મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ વરસાદનું જોર ઘટતાં નુકસાન સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક પુલનું રીપેરીંગ કરીને અવરજવર સુચારુ કરવાની માંગણી કરી છે.