રાજકોટ પૂર્વ: મેટોડા GIDC પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જાહેરમાં દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ
રાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસ હેઠળ આવતા મેટોડા GIDC પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કાયદાના જાહેરમાં ભંગની ગંભીર ઘટના સામે આવી છે. માહિતી મુજબ, મેટોડા GIDC વિસ્તારમાં 'અમરો ગોધરો' નામનો શખ્સ ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરી રહ્યો છે.