અડાજણ: સુરત:પિતા સાથે ઝઘડીને સુરત આવેલી સગીરાને સાથે રાખીને બળાત્કાર, ચોક પોલીસે ગુનો નોંધ્યો
Adajan, Surat | Oct 13, 2025 પિતાથી ઝઘડીને ૧૭ વર્ષની વયે ભાગીને સુરતન આવેલી સગીરાને પોતાના ઘરમાં આશ્રય આપનાર યુવકે યૌનશોષણ કર્યું હતું. પુખ્ત વયની થશે ત્યારે લગ્ન કરવાનું વચન આપી વતન ગયેલા યુવકે મોબાઇલ બંધ કરી દીધો હતો. સુરતના ચોકમાં રહેતા યુવકના મોટા ભાઈ એ યુવતીની નીચી જ્ઞાતિ હોવાનું કહી અપમાનિત કરતાં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાની વતની અને હાલ વેડ રોડમાં ભાડેથી રહેતી ૧૮ વર્ષીય યુવતી પહેલી જુલાઈ-૨૪માં માતા-પિતા સાથે ઝઘડો કરી આવી હતી.